Home Gujarat ગુજરાતમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 35 કેસ; 15...

ગુજરાતમાં કોરોનાના 37 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 35 કેસ; 15 દર્દી થયાં સાજા અને શૂન્ય મોત, રિક્વરી રેટ ઘટીને 99.09% થયો!

Face Of Nation 08-05-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ ગયો છે. રાજ્યમાં 56 દિવસ બાદ 37 નવા કેસ નોંધાયા છે અને 15 દર્દી સાજા થયા છે. અગાઉ 13 માર્ચે 37 નવા કેસ હતા. આજે અમદાવાદ શહેરમાં 34 અને જિલ્લામાં 1 એમ કુલ 35 નવા કેસ નોંધાયા છે. એ સિવાય વડોદરા શહેર અને જામનગર શહેરમાં 1-1 એમ રાજ્યમાં કુલ 37 કેસ નોંધાયા છે. તો આજે 32 જિલ્લા અને 5 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 99.09 ટકા થયો છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 480ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 944 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 416 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 147 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 145 દર્દીઓની હાલત સ્થિર છે.
21મી એપ્રિલે એક દર્દીનું મોત થયું હતું
રાજ્યમાં 6મી મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7મી મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5મી મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12મી એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).