Home News આજે ગુજરાતમાં કોરોનાના 18 કેસ બીજી તરફ 32 દર્દીઓ રિકવર, જાણો કેટલા...

આજે ગુજરાતમાં કોરોનાના 18 કેસ બીજી તરફ 32 દર્દીઓ રિકવર, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

Face Of Nation, 18-10-2021:  ગુજરાતમાં આજે કોરોનાના નવા 18  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 32 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,029 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  3,61,852 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત  5, વલસાડ 4, નવસારી 3, સુરત કોર્પોરેશન 2,  અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1,   જૂનાગઢમાં 1 અને વડોદારમાં 1 કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 193 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 189 નાગરિકો સ્ટેબલ છે. 8,16,029 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે સુરત  5, વલસાડ 4, નવસારી 3, સુરત કોર્પોરેશન 2,  અમદાવાદ કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1,   જૂનાગઢમાં 1 અને વડોદારમાં 1 કેસ નોંધાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)