Home News રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા, બીજી તરફ કોરોનાનો રિકવરી...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 કેસ નોંધાયા, બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો

Face Of Nation, 07-10-2021:  ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,816 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે.  આજે  4,72,739 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 179 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 175 નાગરિકો સ્ટેબલ છે. 8,15,816 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10085 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.   આજે કોરોના સંક્રમણના કારણે એક  દર્દીનું વલસાડમાં મોત થયું છે.

 અમદાવાદ શહેરમાં 3 કેસ નોંધાયા છે. વલસાડમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં પણ નવા બે કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં એક નવો કેસ સામે આવ્યો છે. વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)