Home Uncategorized ગુજરાતમાં કોરોનાનો કેર : 31 હજારથી વધુ ક્વોરેન્ટાઇન, 700થી વધુના ટેસ્ટ, 43...

ગુજરાતમાં કોરોનાનો કેર : 31 હજારથી વધુ ક્વોરેન્ટાઇન, 700થી વધુના ટેસ્ટ, 43 પોઝિટિવ, 3ના મૃત્યુ

Face Of Nation : ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોરોના માટેની વિશેષ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની અદ્યતન સાધનો સાથેની સુવિધા ધરાવતા આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 1583 આઈસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 635 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ સિવાય વધુ બેડ ઊભા કરવાની વ્યવસ્થાની કામગીરી પ્રગતિમાં છે. સરકારી હોસ્પિટલમાં 609 વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 1500 વેન્ટિલેટર છે.

અમદાવાદ -15
વડોદરા -7
સુરત -7
ગાંધીનગર -6
કચ્છ -1
રાજકોટ -4
ભાવનગર -1