ફેસ ઓફ નેશન, 14-04-2020 : ગઈકાલ રાતથી આજે સવાર સુધી ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. કુલ 45 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 31 કેસ નોંધાયા છે. સુરતમાં 9 કેસ, મહેસાણામાં 2 કેસ, ભાવનગર-દાહોદ અને ગાંધીનગરમાં એક એક કેસ નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.
અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 617 નોંધાયા છે. જેમાં 9 વેન્ટિલેટર ઉપર છે અને 527 જેટલા સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 26 દર્દીઓના મૃયુ થયા છે. આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, 1996 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 79 પોઝિટિવ નોંધાય છે. આ આંકડા ગત 24 કલાક દરમ્યાનના છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
આવતીકાલે નરેન્દ્ર મોદી દેશને સવારે 10 વાગે સંબોધશે, લોકડાઉનના 21 દિવસ થશે પુરા
જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી