Home News ગુજરાત કોરોના રિપોર્ટ : 75 લોકોની હાલત સ્થિર માત્ર 2 વ્યક્તિ ગંભીર

ગુજરાત કોરોના રિપોર્ટ : 75 લોકોની હાલત સ્થિર માત્ર 2 વ્યક્તિ ગંભીર

ફેસ ઓફ નેશન, 03-04-2020 : ગુજરાતમાં હાલ કુલ 75 લોકો કોરોના અસરગ્રસ્ત છે અને તેઓ સારવાર હેઠળ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે બે વ્યક્તિને બાદ કરતા તમામ લોકોની સ્થિતિ ગંભીર છે અને તેઓને વેન્ટિલેટર ઉપર રાખીને સારવાર અપાઈ રહી છે. કોરોનાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી અત્યંત જરૂરી છે. ગુજરાત સરકારની કામગીરી સમગ્ર દેશમાં નોંધપાત્ર રહી છે. આ અંગે વાત કરતા રાજ્ય આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે, આજે નવા 7 કેસો નોંધાયા છે, એક દર્દીનું મોત થયું છે સાથે ટોટલ કેસોની સંખ્યા 95 થી છે. જેમાં 75 લોકોની હાલત સ્થિર છે. 10 લોકો સજા થઈ ગયા છે જેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. સરકાર વધુ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી રહી છે અને તે માટેના તમામ કામ કરી રહી છે જેથી આ મહામારીના કેસોમાં વધારો થાય તો પણ તેની સામે લડી શકાય અને જરૂરી સેવા પુરી પાડી શકાય.

કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને થાય છે જેલ

લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો