Home News અમદાવાદમાં આજે નવા 31 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ 54

અમદાવાદમાં આજે નવા 31 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ 54

ફેસ ઓફ નેશન, 11-04-2020 : ગઈ કાલ રાતથી આજે સવાર સુધીના કોરોના રિપોર્ટની માહિતી આપવામાં આવી છે. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ આ માહિતી આપી છે. સમગ્ર ગુજરાતમાં આજે કુલ 54 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં 31 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 18 કેસ નોંધાયા છે. આણંદમાં 3 અને સુરત ભાવનગરમાં એક એક કેસ છે. અમદાવાદીઓમાં લોકજાગૃતિ અત્યંત જરૂરી છે. 379 લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાં 3 લોકો વેન્ટિલેટર ઉપર છે. 1593 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 124 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 8331 ટેસ્ટ કરવામાં આવ્યા છે. મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.

Thank You Gujarat Police : લોકડાઉન પછી શું કરશે પોલીસ જવાનો, આ વિડીયો જુઓ અને શેર કરો

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે