Home News કોરોના : 24 કલાકમાં 2663 ટેસ્ટ, 61 પોઝિટિવ, 2486 નેગેટિવ : આજે...

કોરોના : 24 કલાકમાં 2663 ટેસ્ટ, 61 પોઝિટિવ, 2486 નેગેટિવ : આજે કુલ 25, અમદાવાદમાં 23

ફેસ ઓફ નેશન, 12-04-2020 : કોરોનાના કેસો ગુજરાતમાં વધતા જઈ રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં નોંધાયેલા કેસોની અપડેટ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં કુલ 25 કેસ ગઈ રાતથી આજ સવાર સુધીમાં નોંધાયા છે. અમદાવાદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેઓ બ્લડપ્રેશરની બીમારીથી પણ પીડાતા હતા. ગુજરાતમાં કુલ કેસ 493 થયો છે.
અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા, કાલુપુર, ઘોડાસર, મણિનગર, જમાલપુરમાં 23 કેસ નોંધાયા છે. 10994 જેટલા ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2663 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2486 કેસ નેગેટિવ આવ્યા છે. જેમાં 61 કેસ પોઝિટિવ નોંધાયા છે. 116 રિપોર્ટ હજુ પેન્ડિંગ છે. જે ટકાવારીની સરખામણીએ નીચા છે.
ગુજરાતમાં વધતા જતા કેસોને લઈ લોકોએ જાગૃતતા રાખવી અત્યંત જરૂરી બની છે. શહેરી વિસ્તારમાંથી આ રોગ ગ્રામ્ય વિસ્તારમાં પણ દેખાયો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો લોકડાઉનનો ભંગ કરે છે. જેની વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો કે વિડિયો મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ

અમદાવાદમાં આજે નવા 31 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, કુલ 54