Face Of Nation, 04-10-2021: રાજ્યમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. રાજ્યમાં આજે 14 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આજે કુલ 5,65,747 રસીના ડોઝ ગુજરાતના નાગરિકોને આપવામાં આવ્યા છે.
અત્યારે રાજ્યમાં કુલ 172 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 169 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,15,762 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યા છે. જ્યારે 10082 નાગરિકો કોરોનાની સામે હારી ચુક્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 6, સુરત કોર્પોરેશન 4, ભાવનગર, સુરત, વડોદરા અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે. જો કે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.
જો રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ફ્રન્ટલાઇન વર્કર અને હેલ્થકેર વર્કર્સ પૈકી 27 ને પ્રથમ જ્યારે 2863 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 47773 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 94504 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,49,601 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 270979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 5,65,747 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,20,10,101 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)