Home News આજે ગુજરાતમાં કોરોનાના નવા 19 કેસ, તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર

આજે ગુજરાતમાં કોરોનાના નવા 19 કેસ, તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર

Face Of Nation, 07-11-2021: ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસમાં ગઈકાલની સરખામણીમાં આજે ફરી વધારો નોંધાયો છે. આજે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 17 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ તહેવારો છતા પણ આજે 18,195 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

હાલ ગુજરાતમાં કુલ 229 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 225 નાગરિકો સ્ટેબલ છે. 8,16,416 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10090 નાગરિકોનાં મોત થયા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

આજના કોરોના આંકડાઓની વાત કરીએ તો સૌથી વધુ વડોદરા કોર્પોરેશનમાં નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં આજે 6 કેસ નોંધાયા છે, ત્યારબાદ અનુક્રમે અમદાવાદ કોર્પોરેશનમાં 4, વલસાડમાં 3, જૂનાગઢ, સુરત કોર્પોરેશનમાં 2-2 અને ભાવનગર, નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)