Home News ગુજરાત : કોરોનાના એક હજારથી વધુ કેસ નોંધાયા, 33થી વધુ દર્દીના મોત

ગુજરાત : કોરોનાના એક હજારથી વધુ કેસ નોંધાયા, 33થી વધુ દર્દીના મોત

ફેસ ઓફ નેશન, 21-07-2020 : રાજ્યમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. પહેલીવાર 24 કલાકમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા છે તો 37 દિવસ બાદ રાજ્યમાં 33થી વધુ દર્દીના મોત થયા છે. એટલે કે 13 જૂને 33 મોત નોંધાયા બાદ આજે રાજ્યમાં કોરોનાથી 34 મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1026 કેસ અને 34 દર્દીના મૃત્યુ થયાં છે. જ્યારે 744 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસનો આંકડો 50,465 થયો છે. જ્યારે મૃત્યુઆંક 2201એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 36,403 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
સુરતમાં 298, અમદાવાદમાં 199, વડોદરામાં 75, રાજકોટમાં 58, દાહોદમાં 39,   ભાવનગરમાં 38, ગાંધીનગરમાં 31, બનાસકાંઠામાં 25, સુરેન્દ્રનગરમાં 21, પાટણ, જામનગરમાં 20-20, નર્મદામાં 19,  મહેસાણા,ગીર-સોમનાથમાં 18-18, પંચમહાલ, નવસારીમાં 17-17, ભરૂચમાં 16,  ખેડામાં 14, વલસાડમાં 13, જૂનાગઢમાં 12, કચ્છમાં 9, બોટાદ, આણંદમાં 8-8, અમરેલીમાં 7, મહીસાગર, મોરબીમાં 6-6, સાબરકાંઠામાં 5, તાપીમાં 4, પોરબંદરમાં 2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ડાંગમાં 1-1 કેસ નોંધાયા છે.રાજ્યમાં નોંધાયેલા 34 મોતમાં સુરતમાં 21, અમદાવાદમાં 6, વડોદરામાં 2 જ્યારે ભાવનગર, જામનગર, ગીર-સોમનાથ, કચ્છ અને પાટણમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો