Home Gujarat ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો : અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં 50થી નીચે કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો : અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં 50થી નીચે કેસ

Face Of Nation 24-02-2022 : ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોરોના વયારસની સ્થિતિ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો 300ની નીચે આવી ગયા છે. આજે 24 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાતમાં કોરોના નવા કેસ 293 નોંધાયા છે ત્યારે આઠ લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. બીજી તરફ 728 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. આમ ગુજરાતમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.87 ટકા રહ્યો છે. ગુજરાતમાં વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 30, વડોદરા જિલ્લામાં 23, રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરતમાં 10, બનાસકાંઠા જિલ્લામાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, મોબરીમાં 8, સુરત કોર્પોરેશનમાં 7, દાહોદમાં 6, મહેસાણામાં 6, પાટણમાં 6 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, નર્મદા અને પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી.
34 દર્દીઓ વેન્ટીલેટર ઉપર
ગુજરાતમાં એક્ટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 2942 કોરોનાના એક્ટીવ કેસો છે. જેમાં 34 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 2908 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1208013 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. જ્યારે 10919 દર્દીઓના મોત નીપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,15,002 લોકોનું રસીકરણ થયું હતું. જેમાં 14202 લોકોને પ્રીકોશન ડોઝ અપાયા હતા.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).