Home News આજે ગુજરાતમાં નવા 30 કેસ, 18 સાજા થયા, એક પણ મોત નહી

આજે ગુજરાતમાં નવા 30 કેસ, 18 સાજા થયા, એક પણ મોત નહી

Face Of Nation, 26-10-2021:  ગુજરાતમાં કોરોનાનો આંકડો સ્થિર થઇ ચુક્યો હતો જો કે આજે અચાનક કોરોનાના કેસ બમણા નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 18 દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,205 નાગરિકોએ કોરોનાને મ્હાત પણ આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો સાજા થવાનો દર પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 3,44,908 રસીના ડોઝ અપાયા હતા.

રાજ્યમાં હાલ કુલ 171 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. 166 નાગરિકો સ્ટેબલ છે. 8,16,205 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10088 નાગરિકોના કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશન 5, વલસાડ 5, સુરત-વડોદરા કોર્પોરેશન 3-3 કેસ. ગીરસોમનાથ અને નવસારીમાં 2-2 કેસ નોંધાયો હતો અને જુનાગઢ તથા કચ્છમાં 1-1 કેસ નોંધાયા હતા.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6ને રસીનો પ્રથમ જ્યારે 1419 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 15968 નાગરિકોને રસીનો પ્રથમ અને 78969 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 47742 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 201004 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 344908 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,93,28,268 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)