Face of Nation 19-12-2021: ગુજરાતમાં કોરોનાના આજે નવા 51 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 55 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 87,189 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે.
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 571 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. 567 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,874 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું તે રાહતના સમાચાર કહી શકાય. અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 6, કચ્છ 3, નવસારી 3, રાજકોટ કોર્પોરેશન 3, રાજકોટ 2, દેવભુમિ દ્વારકા, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 51 કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 0 ને પ્રથમ જ્યારે 240 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યું છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3274 નાગરિકોને રસીનો પ્રથમ, 18253 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9755 નાગરિકોને રસીનો પ્રથમ, 55676 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 87,198 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. 8,70,63,034 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)