Face Of Nation, 13-11-2021: ગુજરાતમાં કોરોનાના કેસ અચાનક માથુ ઉચકી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાને 37 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ રાજ્ય સરકાર કોરોના વેક્સિનેશનના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,26,516 નાગરિકોનું રસીકરણ થયું હતું.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે220 થી વધારે નાગરિકો સ્ટેબલ છે. 8,16,608 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકો અત્યાર સુધી કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે આજે રસપ્રદ બાબત છે કે, આજે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું જે રાજ્ય માટે રાહતના સમાચાર ગણી શકાય. આજે સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 6, નવસારી અને વલસાડમાં 4, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, સુરત અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 37 કેસ નોંધાયા હતા.
જો રસીકરણની વાત કરીએ તો આજના દિવસમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 10 વર્કરને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1306 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 9519 નાગરિકોને રસીનો પ્રથમ અને 104747 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27978 નાગરિકોને રસીનો પ્રથમ અને 282956 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 426516 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં કુલ 74180817 નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)