Home Uncategorized ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5396 કેસ

ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5396 કેસ

Face of Nation 06-01-2022: ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 5396 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 1 વ્યક્તિનું નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ 1158 લોકો સાજા થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ પણ સામે આવ્યો નથી. માત્ર અમદાવાદ શહેરમાં 1835 કેસ સામે આવ્યા છે. ગુજરાતના 29 જિલ્લામાં કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 50 હજાર 252 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 21 હજાર 541 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ

અમદાવાદ 2281,સુરત 1350, વડોદરા 239, રાજકોટ 203, ગાંધીનગર 91,ભાવનગર 51,જાનમગર 40, જુનાગઢ 19,વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, સુરતમાં 102, કચ્છમાં 92, રાજકોટમાં 69,ભરૂચમાં 50, નવસારીમાં 49,મહેસાણામાં 48, વડોદરામાં 42, ગાંધીનગરમાં 41, મોરબીમાં 34, અમદાવાદમાં 30, સાબરકાંઠામાં 28,અમરેલીમાં 20,બનાસકાંઠામાં 17,દાહોદમાં 17, પંચમહાલમાં 16, ભાવનગરમાં 12,અરવલ્લીમાં 11, દેવભૂમિ દ્રારકામાં 10, જામનગરમાં 10, મહિસાગરમાં 10, ગીર સોમનાથમાં 9, સુરેન્દ્રનગરમાં 9 , નર્મદામાં 6, તાપીમાં 6 , પાટણમાં 3, જુનાગઢમાં 2આમ કુલ રાજ્યમાં 5396 કેસ નોંધાયા છે જેમાં સુરતમાં એકનું મોત થયું છે.

કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18583 થઈ ગઈ છે. જેમાં 19 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 821541 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10128 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 3,81,945 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 27 લાખ 18 હજાર 337 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 96.62 ટકા થઈ ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).