Face of Nation 04-12-2021: ડરના માહોલ વચ્ચે આખરે ઓમિક્રોન વાયરસની ગુજરાતમા એન્ટ્રી થઈ છે. જામનગરમાં ઓમિક્રોન વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી પરત આવેલા નાગરિકના ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીનો રિપોર્ટ પુના ખાતે મોકલાયો હતો. ત્યારે હવે ગુજરાતમાં દહેશતનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે ગુજરાતમાં હવે સતર્કતા જરૂરી બની છે. જામનગર નો દર્દી હાઈરિસ્ક દેશમાંથી ગુજરાતમાં આવ્યો હતો. ત્યારે રાજકોટના બે દર્દીઓનો રિપોર્ટ પણ હજી પેન્ડિંગ છે. જે જોતા ગુજરાતમા ઓમિક્રોનના કેસમાં વધારો થાય તે જરૂરી બન્યુ છે.
આખરે ઓમિક્રોન વાયરસે ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે. જીવલેણ વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)