Home News ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર કેટલુ સજ્જ? ઓમિક્રોન સામે ગુજરાત કેવી...

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર કેટલુ સજ્જ? ઓમિક્રોન સામે ગુજરાત કેવી રીતે લડશે??

*Face of Nation 30-12-2021:  ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. અત્યાર સુધી બાળકો બે લહેરમાં સલામત હતા. પરંતુ હવે બાળકો પણ ત્રીજી લહેરની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હવે કોરોનાથી સાચવવાની જરૂર છે. ત્યારે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ ગુજરાતનું તંત્ર કેટલુ સજ્જ છે તેની માહિતી આપી. એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં તેમણે ત્રીજી લહેર અને ઓમિક્રોન સામે ગુજરાત કેવી રીતે લડશે તે જણાવ્યું.

બીજી લહેર બાદ તરત જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દીધી છે. ડોક્ટરથી લઈને સ્પેશિયાલિસ્ટ, નર્સિંગ સ્ટાફ પણ પૂરતો છે. પરંતુ લોકો સાવચેતી રાખે તે જરૂરી છે.

ઓમિક્રોન માટે ટેસ્ટીંગ ફેસિલિટી ઉપલબ્ધિ છે. શંકાસ્પદ દર્દી જ્યા સુધી નેગેટિવ ન થાય ત્યા સુધી સંપૂર્ણ કાળજી રાખવામા આવે છે. અત્યાર સુધી 24 થી વધુ દર્દીઓ ઓમિક્રોન મુક્ત થયા છે. ઓમિક્રોનની સાથે બીજા કેસ પણ વધી રહ્યા છે. તેથી લોકોએ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવુ જોઈએ. બાળકો માટે રસીની વ્યવસ્થા કરી છે. 3 જાન્યુઆરીથી શાળામાં રસીકરણ કેમ્પનુ આયોજન કરાયુ છે. 7 જાન્યુઆરી સુધી તમામ બાળકોનુ રસીકરણ થાય તે ધ્યાન રાખીશું. વેક્સીનેશન માટે અમારો સતત આગ્રહ છે કે, જે લોકો વંચિત છે તેઓ જલ્દી લગાવી લે.

હાલ હોસ્પિટલાઈઝેશન ઓછુ છે, પણ અમે કોઈ ચાન્સ છોડવા માંગતા નથી. બીજી લહેર સમયે જે રીતે વ્યવસ્થા કરી હતી તેના કરતા વધુ પ્રયાસો ત્રીજી લહેરમાં કરી છે. તમામ જિલ્લાઓ સજ્જ છે. વેક્સીનેશનની સાથે અમે ટેસ્ટીંગ પર ભાર મૂકી રહ્યાં છે. દર્દીના સંપર્કમાં આવનાર તમામ લોકોનું ટેસ્ટીંગ થાય તે અમારી પ્રાયોરિટી રહે છે. હાલ સંક્રમણ ભલે ઓછું હોય, પણ અમે કોઈ ચાન્સ લેવા માંગતા નથી.

અમારી ટીમ સતત તેમનુ મોનિટરીંગ કરે છે. ડોક્ટરના સંપર્કમાં તેઓ રહે તે જરૂરી છે. વધુ પાણી અને લિક્વીડ લેતા રહે. સતત ટેમ્પરેચર માપતા રહે. જરૂર પડે તો હેલ્પલાઈન પર સતત ડોક્ટરના સંપર્કમાં રહે. કોઈ પણ તકલીફ પડે તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરે. લક્ષણોની અવગણના ન કરતા. ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર લો. ડોક્ટર કહે તો હોસ્પિટલમાં દાખલ પણ થઈ જજો.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).