Face of Nation 30-12-2021: ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના સૌથી વધુ 573 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 69 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.50 ટકાએ પહોંચી ચુક્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં 2,32,392 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ઓમિક્રોનના રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નથી.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2371 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 નાગરિકો વેન્ટિલેટર પર છે. 2360 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે કોરોનાને કારણે રાજકોટ કોર્પોરેશનમાં 1 અને અરવલ્લીમાં 1 વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થયા છે.
નવા આવેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 269, સુરત કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 41, રાજકોટમાં 18, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, કચ્છમાં 16, વલસાડમાં 15, આણંદમાં 14, ભાવનગર કોર્પોરેશનમાં 10, અમદાવાદ, મહીસાગર અને વડોદરામાં 9-9-9 કેસ, જ્યારે ભરૂચ, ખેડા અને નવસારીમાં 8-8-8 કેસ જામનગર કોર્પોરેશનમાં 7, અમરેલી અને મહેસાણાામાં 5-5, પંચમહાલ અને સુરતમાં 4-4, ગાંધીનગર, મોરબીમાં 3-3, જૂનાગઢ, સાબરકાંઠામાં 2-2, દેવભૂમિ દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1, સુરેન્દ્રનગરમાં 1 એમ કુલ 573 કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ અને 597 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષ કે તેનાથી વધારેના 7961 નાગરિકોને રસીનો પ્રથમ અને 49341 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29797 નાગરિકોને રસીનો પ્રથમ અને 144689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,32,392 રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,92,47,220 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).