Home News આજે ગુજરાતમાં કોરોનાના 14 કેસ નોંધાયા, 16 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

આજે ગુજરાતમાં કોરોનાના 14 કેસ નોંધાયા, 16 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા છે. તેની સામે 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,262 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 146 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 141 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યામાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રસીકરણની વાત કરીએ તતો આજે આજે 4,80,410 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 4,91,03,453 લોકોને રસી આપવામાં આવી છે. આજે દાહોદમાં સૌથી વધુ 7 લોકોને કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3 અને સુરત કોર્પોરેશન અને સુરતમાં 1-1 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

આજે વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, નવસારીમાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયો હતો. આમ, નવસારીમાં 16 દિવસ પછી કોરોનાનો કેસ થતાં ફરીથી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. આ સાથે હવે રાજ્યમાં 17 જિલ્લા કોરોનામુક્ત રહ્યા છે.