આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના જુહાપુરમાં રહેતો 29 વર્ષનો સલમાન પરિવારમાં એક જ દીકરો હતો. તેના પર વૃદ્ધમાં-બાપ અને બે બહેનની જવાબદારી હતી. તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ઘણી જ ગંભીર હાલતમાં ઘરે લાવ્યો. મિત્રએ જણાવ્યું હતું કે, શું થયું કાંઈ ખબર ન હતી. તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. જેથી પરિવારને એમ હતું કે, ડ્રગ્સનો નશો ઉતરશે એટલે સાજો થઈ જશે. પરંતુ સલમાનનું મોત નીપજ્યું હતું.
આ અંગે સલમાનના પિતા ફરીદભાઈએ ગુજરાતી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મારો એકનો એક દીકરો, પરિવારનો સહારો હતો. સલમાનના મૃત્યુ અંગે અમને શંકા છે. તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તે દિવસે સલમાનનો મિત્ર ગંભીર હાલતમાં ઘરે લાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, સલમાન કચરાપેટી પાસે પડ્યો હતો, તેણે એમ.ડી. ડ્રગ્સ લીધું છે. અમને એમ હતું કે નશો ઉતરશે એટલે સારું થઈ જશે. પરંતુ તે રાતે કણસતો હતો કે મને પેશાબ થતો નથી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે, તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી. તેને સવારે ઉલટી થઈ. તેને સારવાર માટે પહેલા ખાનગી અને પછી સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતુ.
આ અંગે ચોંકાવનારી વાતો સામે આવી છે કે, સલમાન અને બે છોકરીઓ બનાવના દિવસે અંજલી ચાર રસ્તાની એક હોટલમાં ગયા હતા. જ્યાં સલમાને ડ્રગ્સ લીધું હતું. તેના ગુપ્તાંગમાં ફેવીક્વિક લગાવી દીધી હતી. હાલ પોલીસ આ અંગેની વધુ તપાસ કરી રહી છે. હલા આ કેસમાં એફએસએલ રિપોર્ટ પણ આવવાનો છે. સલમાન જે હોટલમાં છોકરીઓ સાથે ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ પણ મેળવી લેવામાં આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)