Home News કોરોના : રાજ્યમાં દર્દીઓનો આંકડો બે હજારને પાર, આજે કુલ 127 કેસ...

કોરોના : રાજ્યમાં દર્દીઓનો આંકડો બે હજારને પાર, આજે કુલ 127 કેસ જયારે અમદાવાદમાં 50 કેસ નોંધાયા

ફેસ ઓફ નેશન, 21-04-2020 : રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. જો કે છેલ્લા અઠવાડિયાથી વધતા જતા આંકડાની સરખામણીમાં ગઈકાલે ઓછા કેસો નોંધાયા હતા. આજે કોરોનાના કુલ કેસોનો આંકડો બે હજારથી વધુ થઇ ગયો છે. સમગ્ર ગુજરામાં અત્યાર સુધી કુલ 2066 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 127 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 50 કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 6 લોકોના દુઃખદ અવસાન થયા છે. જેમાંથી પાંચ અમદાવાદમાં અને એક ભાવનગરમાં નોંધાયા છે. સુરતમાં 69, અરવલ્લી, ખેડા અને ગીરમાં એક એક કેસ, રાજકોટમાં 2, વલસાડમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયો છે. 19 લોકો વેન્ટિલેટર ઉપર છે. 1839 લોકો હાલ સ્થિર હાલતમાં છે. અમદાવાદમાં ઘાટલોડિયા, દુધેશ્વર, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, નારણપુરા, મેમનગર, દાણીલીમડામાં કેસો નોંધાયા છે.
ગઈકાલે 24 કલાક દરમ્યાન રાજ્યમાં કુલ 184 કેસો નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 152 કેસો નોંધાયા હતા. ગઈકાલ સુધી ગુજરાતમાં 1939 કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 1248 કેસ નોંધ્યા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ મોખરે છે. બીજા નંબરે 269 કેસો સાથે સુરત છે અને ત્રીજા નંબરે 188 કેસો વડોદરામાં નોંધાયા છે. આ આંકડા ગઈકાલ એટલે કે સોમવાર રાત સુધીના છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : 1200 બેડની હોસ્પિટલ ફુલ થઇ રહી છે !, દર્દીઓની સારવારમાં લાલીયાવાડી, જુઓ Video

હાય રે ! ગરીબી : પેન્શન યોજનાના 750 રૂપિયા લેવા 81 વર્ષીય વૃદ્ધ ખેડૂત બે દિવસ 22 કિ.મી ચાલ્યા