ફેસ ઓફ નેશન, 20-04-2020 : અમદાવાદમાં નોંધાયેલા કેસોમાંથી 912 કેસ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોના છે. સુરત અને રાજકોટમાં પણ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં કેસો વધારે છે. જેને લઈને પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનરો સાથે ચર્ચા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ કર્ફ્યુની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
કર્ફ્યુની મુદત લંબાવામાં આવી છે. હાલ જ્યાં જ્યાં કર્ફ્યુ ચાલી રહ્યો છે તે 24-04-2020 સુધી લંબાવવામાં આવ્યો છે. એટલે 24 તારીખ સુધી કર્ફ્યુ યથાવત રહેશે. કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે આ જાહેરાત કરવામાં આવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ : ખાડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ