Home Uncategorized એક તરફ રાજ્યમાં ઓમિક્રોનની દહેશત તો બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ

એક તરફ રાજ્યમાં ઓમિક્રોનની દહેશત તો બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ

Face of Nation 07-12-2021:  રાજ્યની સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. કામનું ભારણ વધતા અમદાવાદ, સુરત, વડોદરામાં તબીબો હડતાળ પર ઉતર્યા છે. નીટ-પીજીનું કાઉન્સેલિંગ વારંવાર પાછળ ઠેલાવાના કારણે રેસિડેન્ટ ડોક્ટરોની અછત સર્જાઈ છે. ડોક્ટરોએ આજે તા.7થી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન કર્યું છે.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં જૂનિયર તબીબ એસોસિએશનના રેસિડેન્ટ તબીબોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને પીજી ડાયરેક્ટરને આવેદન પાઠવ્યું છે. અલગ અલગ માંગ સાથે તબીબો હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ ખાતે આવેલી બી.જે.મેડિકલનાં રેસિડન્ટ તબીબોએ હળતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. બી.જે.મેડિકલ કોલેજનાં જુનિયર ડોક્ટર એસોસિએશને કાલે આવેદનપત્ર આપ્યું હતું અને આજથી OPD સેવા અને સાંજ પછી ઈમરજન્સી-કોવિડ સેવાથી અળગા રહેવાની ચેતવણી આપી દીધી છે. હાલ હોસ્પિટલોમાં પીજી રેસિડેન્ટની પ્રથમ બેચ ન હોવાને લીધે રેસિડેન્ટ ડોક્ટરોની ઘટ પડી રહી છે.

જેથી જુનિયર નોન એકેડમિક રેસિડેન્ટ હંગામી ધોરણે મૂકવા માટે રજૂઆત કરાઈ હતી. હવે આ હળતાળનાં પગલે હોસ્પિટલમાં દર્દીઓની કતાર જોવા મળી રહી છે. દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવાનો સમય આવી ગયો છે.

કોરોના મહામારીમાં આપણા ફ્રન્ટ લાઇન વર્કર્સે રાત-દિવસ એક કરીને દર્દીઓની સેવા કરી છે. જો તે સમયે ડોક્ટર ન હોત તો શું તકલીફ થઇ હોત તે સમજી શકાય છે. પરંતુ હવે વડોદરાની SSG હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોએ હળતાળ કરી છે. રેસિડન્ટ તબીબોનું કહેવુ છે કે, જુનિયર તબીબોને પણ કામગીરી સોંપવામા આવી જોઇએ. જો કે આ પહેલા હોસ્પિટલ તંત્રને આ અંગે જાણ કરવામા આવી પરંતુ તેમના દ્વારા માંગણીઓ ન સ્વીકારવામાં આવતા તેઓ હળતાળ પર ગયા છે. રેસિડેન્ટ તબીબોએ તાત્કાલિક વિભાગની કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે. ઓમિક્રોનનાં વધતા કેસો સામે હડતાળ હવે એક ચિંતાનો વિષય બન્યો છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)