Face Of Nation 04-04-2022 : કોરોનાના કપરાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવનાર તબીબો હડતાળ પર ઉતરતા રાજ્યની આરોગ્ય સેવા ઇમરજન્સીમાં આવી ગઇ છે. રાજ્યભરમાં સરકારી મેડિકલ કોલેજના 10 હજાર જેટલા સિનિયર તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ છે. તબીબો દ્વારા અત્યારસુધીમાં ચાર વખત પડતર મુદ્દાઓને લઈને હડતાળ કરવામાં આવી હતી,પરંતુ સરકારે માત્ર મૌખિક બાંયધરી આપતાં તેમણે હડતાળ પરત ખેંચી લીધી હતી.ત્યારે તબીબોની વધુ એક હડતાળને પગલે રાજ્યની આરોગ્ય સેવા હવે ઈમરજન્સીમાં આવી ગઈ છે.
રાજ્યભરના દર્દીઓ રામ ભરોંસે રહ્યા
માણસ જ્યારે શારીરિક રીતે અશક્ત થાય, શરીરે પીડા થાય, અકસ્માત થાય ત્યારે તબીબ પાસે હોસ્પિટલ દોડતો હોય છે.અને ત્યાં હાજર તબીબને જોઇને એટલી પીડામાં પણ તે પીડિતને એક અલગ જ વિશ્વાસ હોય છે કે હાઇશ. હવે દવાખાને આવી ગયો છું.તો મારી પીડાનું નિદાન થઇ જશે.પરંતુ અઠવાડિયાની શરૂઆતના પ્રથમ દિવસે રાજ્યભરમાં 10 હજાર જેટલા તબીબો પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી જતા રાજ્યભરના દર્દીઓ રામ ભરોસે થઇ ગયા છે.રાજ્યના ખૂણેખૂણેથી આવેલા દર્દીઓની સાથે રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં પોતાની સારવાર માટે આવેલા દર્દીઓ તબીબોની રાહમાં પીડા ભોગવી રહ્યા છે તો બીજી તરફ તબીબ અને સરકાર પોત પોતાના અક્કડ વલણ પર અડગ ઉભા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).