Home News ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો કેટલા દિવસનું વેકેશન

ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, જાણો કેટલા દિવસનું વેકેશન

Face Of Nation, 08-09-2021: શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડતા હવે કોરોના કાળમાં બંધ થયેલા અભ્યાસને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાગે છે કે સરકારે હવે શાળાઓને ફરીથી ધમધમતી કરવાનું મન બનાવી લીધું છે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે તેમજ શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં રજા બાબતે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં દિવાળી વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે, આ ઉપરાંત 8 દિવસ સ્થાનિક રજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ સાથે કુલ 80 દિવસની રજાઓ રહેશે

શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં રજા બાબતે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં દિવાળી વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે, આ ઉપરાંત 8 દિવસ સ્થાનિક રજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ સાથે કુલ 80 દિવસની રજાઓ રહેશે  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)