Home Politics આખરી ઓપ : એપ્રિલમાં બોર્ડ-નિગમના 100થી 150 ચેરમેન-ડિરેક્ટરોની નિમણૂંકની શક્યતા…!

આખરી ઓપ : એપ્રિલમાં બોર્ડ-નિગમના 100થી 150 ચેરમેન-ડિરેક્ટરોની નિમણૂંકની શક્યતા…!

Face Of Nation 12-03-2022 : ભાજપમાં આગામી એપ્રિલ મહિનાની શરૂઆતમાં બોર્ડ અને નિગમોમાં નિમણૂકો થશે. 12 જેટલાં બોર્ડ-નિગમમાં 100થી 150 જેટલા ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂકોને પણ આખરી ઓપ અપાઇ રહ્યો છે. એ જોતાં એપ્રિલના બીજા વીકમાં ચૂંટણી જાહેર થઇ શકે છે. જો આમ થાય તો આપ અને કોંગ્રેસ ઊંઘતી ઝડપાય, કેમ કે બંનેને માત્ર 45 દિવસ જ મળે, જેની સામે ભાજપ લડવા માટે પેજ સમિતિઓ સાથે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 27 મેની આસપાસ કે જૂનના પ્રથમ પખવાડિયામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. એપ્રિલના બીજા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. યુપી સહિતનાં ચાર રાજ્યોમાં ભાજપની જીતના બીજા દિવસે અમદાવાદ આવેલા પ્રધાનમંત્રી મોદીના રોડ શો તથા અન્ય કાર્યક્રમોમાં ચૂંટણી વહેલા યોજાવાના સંકેતો મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).