Home Uncategorized ઘાટલોડિયાની જેમ ગુજરાતમાં પણ રેકોર્ડ થશે, ભુપેન્દ્ર પટેલનું નેતૃત્વ ભાજપને લાભદાયી નીવડશે

ઘાટલોડિયાની જેમ ગુજરાતમાં પણ રેકોર્ડ થશે, ભુપેન્દ્ર પટેલનું નેતૃત્વ ભાજપને લાભદાયી નીવડશે

Face Of Nation 5-11-2022 : ઘાટલોડિયામાં આનંદીબેન બાદ જયારે ભુપેન્દ્ર પટેલને વિધાનસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા ત્યારે ભાજપને ખબર નહોતી કે, પટેલ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ લીડથી જીત મેળવશે. ભાજપ વિરુદ્ધ વિરોધ હોય કે પાટીદારોનું આંદોલન હોય પરંતુ ભુપેન્દ્ર પટેલ એક એવું વ્યક્તિત્વ છે કે, જેમનો વિરોધ કોઈ વ્યક્તિને નથી અને તેથી જ તેઓએ ઘાટલોડિયા બેઠક ઉપરથી જ સમગ્ર ગુજરાતને દેખાડી દીધું કે, સ્વચ્છ અને નિર્વિવાદિત છબી હંમેશા લોકો પસંદ કરે છે. ભુપેન્દ્ર પટેલ પાયાના કાર્યકર છે સાથે જ જમીની વ્યક્તિત્વ ધરાવે છે. તેઓને ક્યારેય પદ કે પ્રતિષ્ઠતાનું અભિમાન ચઢ્યું નથી. હંમેશા તેમણે પ્રજાના દિલમાં સ્થાન મેળવીને પ્રજાના પોતાના વ્યક્તિ તરીકે કામગીરી કરી છે અને હંમેશા તેમની આગળ રજુઆત લઈને પહોંચેલા લોકોને સાંભળીને યોગ્ય મદદ કરી છે.
ઘાટલોડિયા વિસ્તારના લોકો ભુપેન્દ્ર પટેલને પસંદ કરે છે. ભુપેન્દ્ર પટેલના વિરોધી નહિવત પ્રમાણમાં છે. તેઓની કાર્યશૈલી અને સ્વભાવ જ એવો છે કે, કોઈ તેમના વિરોધી હોઈ જ ન શકે. ઘાટલોડિયા બેઠકે ગુજરાતને 2 મુખ્યમંત્રીઓ આપ્યા છે. આ બેઠકની વાત કરીએ તો તેમાં વેપારી વર્ગ વધારે વસવાટ કરે છે તો પાટીદાર અને રબારી એટલે કે ઓબીસી પ્રભાવિત સીટ છે તેમ છતાં બીજેપી સૌથી વધારે લીડથી આ બેઠક જીતે છે. સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ વિજયી બન્યા છે. જે બંને મુખ્યમંત્રી બન્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી જ તોતિંગ લીડથી જીત્યા હતા.ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોથી ચૂંટણી જીત્યા હતા.
2017ની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર જોવા મળી હતી. તેમ છતાં આ બેઠક ઉપર ભાજપે ભુપેન્દ્ર પટેલને ઉતારીને તમામ પાટીદારોના રોષને મતમાં પરિવર્તિત કરી દીધા હતા કેમ કે ભુપેન્દ્ર પટેલનો વિરોધ કરનાર કોઈ છે જ નહીં. ખેર ! ભુપેન્દ્ર પટેલનું આ જ વ્યક્તિત્વ ભાજપને સમગ્ર ગુજરાતમાં ફાયદો કરાવશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ. ગુજરાતીઓની નસનસમાં ભાજપ છે એટલે ભાજપને ગુજરાતમાંથી સત્તાથી હટાવી શકાય તેવી શક્યતાઓ જ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

ભાષણ અને કામગીરીમાં તફાવત ન હોવો જોઈએ. મોદીની હિંમત હોય તો ભ્રષ્ટાચારની તપાસ નડિયાદથી પંકજ દેસાઈથી શરૂ કરે