Face Of Nation 12-03-2022 : નરેન્દ્ર મોદી હમણાં ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત સૂચક છે અને સીધો વહેલી વિધાનસભા ચૂંટણીનો સંકેત છે. ભાજપના દિગ્ગ્જ નેતાઓ વચ્ચે ચાલી રહેલી ચર્ચા મુજબ, મોદીએ ગઈકાલે કમલમ ખાતે ભાજપના આગેવાન નેતાઓ સહીત લોકોને ચૂંટણી વહેલી યોજાશે તે બાબતનો સીધો સંકેત આપીને તેની તૈયારીમાં લાગી જવાની પણ સૂચનાઓ આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઘણા દિગ્ગ્જ નેતાઓને ઘેર બેસવાનો વારો આવવાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જૂન અથવા જુલાઈ મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. એપ્રિલ કે મે મહિનામાં આ અંગેની સત્તાવાર જાહેરાત થઇ શકે તેવા એંધાણ પણ છે. યુપી સહિતનાં ચાર રાજ્યોમાં ભાજપની જીતના બીજા દિવસે અમદાવાદ આવેલા વડાપ્રધાન મોદીના રોડ શૉ તથા અન્ય કાર્યક્રમોમાં ચૂંટણી વહેલા યોજાવાના સંકેતો મળ્યા છે. અમદાવાદ એરપોર્ટથી કમલમ સુધીના રોડ-શૉ દરમિયાન પહેલીવાર મોદીની સાથે મુખ્યમંત્રી જોવા મળ્યા હતા. આ સાથે જ નરહરિ અમીન પણ મોદી સાથે સ્ટેજ ઉપર જોવા મળતા ભાજપના નેતાઓમાં ઘણું આશ્ચવર્ય ફેલાયું હતું. ઉલ્લેખનીય છે કે, નરહરિ જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા ત્યારે તેમને આવકારવા તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ભાજપ કાર્યાલયે આવ્યા હતા.
ગુજરાતમાં ભાજપમાં પાર્લામેન્ટરી બોર્ડ અને કોર કમિટીની નિમણૂકો ક્યારનીય થઇ ગઇ છે. આ સાથે જ છેલ્લા બે માસમાં સમગ્ર રાજ્યમાં સી.આર. પાટીલે પેજ સમિતિઓનું કાર્ય પૂર્ણ થાય તે માટે ખૂબ જ દબાણ કર્યું છે. રાજકોટનાં એક પ્રોગ્રામમાં તો તેમણે મંત્રીને આ મુદ્દે જાહેરમાં ટકોર કરી હતી.
આ સિવાય છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાં ભાજપે ખૂબ જ કાર્યક્રમો આપ્યા છે જેથી કાર્યકર્તાઓનો ઉત્સાહ ખૂબ છે. સાથે જ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોનાં પરિણામ પછી તે ઉત્સાહમાં વધારો થયો છે. આ ઉત્સાહ અને કોંગ્રેસ-આપની નિષ્ક્રિયતાને ધ્યાને લેતાં જો વહેલી ચૂંટણી આવે તો ભાજપને ભવ્ય વિજય મળે તેમ છે. આ સંજોગોમાં મેનાં અંતમાં ચૂંટણી આવે તે શક્યતાઓ જોવાઇ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)