Face Of Nation, 29-08-2021: એશિયાની નંબર 1 ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેકની કોવેક્સીનનું પ્રોડક્શન શરૂ થઇ ચુક્યું છે અને તેની પ્રથમ બેચ રિલીઝ કરવા આજરોજ રવિવારના દિવસે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઇઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, રાજ્યકક્ષા મંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિત અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર સુચિત્રા એલ્લાએ એપ્રિલ – મે મહિનામાં જ ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી.
ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેક્સીનનું ઉત્પાદન કરાશે. અંકલેશ્વર ખાતે કંપનીની સબ્સિડરી Chiron Behring Vaccines Pvt. Ltd માં કોવેક્સિનનું ઉત્પાદન જુલાઇથી શરૂ કરાયું હતું. ઓગસ્ટના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. જ્યારે કંપનીમાં બે લાઇનમાં પ્રોડક્શન પ્રક્રિયા પણ ત્યાર બાદ શરૂ થઇ હતી. ભારત બાયોટેક બાદ હૈદરાબાદ અને બેંગાલુરૂમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન થઇ રહ્યું છે.
દેશમાં વેક્સિનની માંગને જોતા અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાયું છે. અંકલેશ્વર ખાતેની કંપની 200 મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસ વેક્સિનના ઉત્પાદનને અટકાવીને કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે. ભારત બાયોટેક અત્યાર સુધી વેક્સીનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)