Home News ગાંધીનગર મહાનગરપાલિકાનું પરિણામ, મતગણતરી શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકાનું પરિણામ, મતગણતરી શરૂ

Face Of Nation, 05-10-2021: આજે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનુ પરિણામ જાહેર થશે. આ માટેની મતગણતરી સવારે નવ કલાકથી શરૂ થઇ ગઇ છે. આ પરિણામ ભાજપની સાથે સાથે કોંગ્રેસ ઉપરાંત આપ માટે પણ મહત્ત્વનું છે. પ્રજાએ કોની પર પસંદગી ઉતારશે તેની તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી જશે અને હકીકત સામે આવી જશે. ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર 56.24 ટકા મતદાન થયું હતુ. જેના માટે આજે મતગણતરી શરૂ થવા જઈ રહી છે. આ માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટરના જણાવ્યા પ્રમાણે, મતગણતરી માટે 5 સ્થળોએ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. મતગણતરીના કેન્દ્ર તથા ક્યા વોર્ડના મત ક્યાં ગણાશે તેની વિગતો નીચે પ્રમાણે છે.

ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ, સેક્ટર-15 ખાતે વોર્ડ નં. 1 અને 2ના કુલ 42 EVMની મત ગણતરી

ITI, સેક્ટર 15 ખાતે વોર્ડ નં. 3 અને 4 માટે કુલ 48 EVMની મતગણતરી
કોમર્સ કૉલેજ, સેક્ટર-15 ખાતે વોર્ડ નંબર 5 અને 6ના કુલ 47 EVMની મતગણતરી

સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સેક્ટર 15 ખાતે વોર્ડ નંબર 7 અને 8ના કુલ 54 EVMની મતગણતરી

સરકારી કોલેજ, સેક્ટર 15 ખાતે વોર્ડ નંબર 9,10 અને 11ના કુલ 93 EVMની મત ગણતરી

ગાંધીનગર મનપાની મતગણતરીમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1 SP, 6 DySP, 11 PI, 50 PSI તેમજ 303 પોલીસ કોન્સ્ટેબલ, 119 મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને 33 ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)