Home News રાજ્યમાં કોરોના કેસ વધતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

રાજ્યમાં કોરોના કેસ વધતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

Face of Nation 27-12-2021: રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસ અને ઓમિક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને અનેક ધારણાઓ કરવામાં આવતી હતી, ત્યારે રાજ્યના આરોગ્યમંત્રીએ મહેસાણામાં આ વિશે ખુલાસો કર્યો છે. એક તરફ હવે ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે હવે ખુદ આરોગ્યમંત્રી ખુદ ત્રીજી લહેર આવે તેવી શક્યતા જણાવી રહ્યા છે. જેથી હવે કોરોના નિયમોનું પાલન ખુબ જરૂરી બની ગયું છે.

ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર સજ્જ છે. હોસ્પિટલમાં આઇસીયું બેડ સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ત્રીજી લહેર આવે તો તેની સામે આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી તમારી નજીકની કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી મળશે. ઓક્સિજન બેડ સહિત તમામ માહિતી આ એપ્લિકેશનની મદદથી લોકોને મળી રહેશે. નાગરિકોને હોસ્પિટલ શોધવા માટે અગવડ ના પડે તેવી વ્યવસ્થા આ એપમાં કરાઈ હોવાની વાત જણાવી છે. આજે સાંજે મુખ્યમંત્રી ધ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરના એંધાણ વચ્ચે કોરોના ગાઈડ લાઈનનું પાલન ખુબ જ જરૂરી હોવાનું દર્શાવ્યું છે. તેમણે કહ્યું કે સરકારી કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવે છે. ગાઈડ લાઈનનું પાલન થાય તે રીતે જ કાર્યક્રમોનું આયોજન કરાય છે. માત્ર ફોટોગ્રાફી કરવા પૂરતું જ માસ્ક નીકળવામાં આવતુ હોય છે. તમામ લોકોએ કોરોના ગાઈડ લાઈનનુ પાલન કરવું જોઈએ એ જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).