Home Gujarat અમદાવાદમાં ‘યલો એલર્ટ’: રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, 3 દિવસ...

અમદાવાદમાં ‘યલો એલર્ટ’: રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, 3 દિવસ હિટવેવની આગાહી

Face Of Nation 27-03-2022 : ગુજરાતમાં ફરી એકવાર ગરમીના પારામાં વધારો થયો છે. જેમાં અનેક શહેરોમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે.ત્યારે અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર અગન ગોળા વરસી રહ્યાં છે.ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઇ રહ્યાં છે..અને લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યાં છે. ગુજરાતમાં આગામી 3 દિવસ દેહ દઝાડતી આકરી ગરમી પડશે. હવામાન વિભાગે 3 દિવસ હિટવેવની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે. તો કચ્છમાં આગામી 24 કલાક સિવિયર હિટવેવની સંભાવના છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટની આગાહી કરી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, ખેડામાં પણ ગરમીનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અનેક સ્થળે પ્રચંડ ગરમી અનુભવાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).