ફેસ ઓફ નેશન, 21-07-2020 : હાઇકોર્ટે કોર્ટના તિરસ્કારની પ્રવૃત્તિ બદલ ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પાછો લઈ લીધો. મહત્વનું છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશનના પ્રમુખ પદેથી યતિન ઓઝાએ રાજીનામું આપી દીધું હતું.થોડા દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતિન ઓઝા સામે હાઇકોર્ટે શરૂ કરેલી સુઓમોટો કન્ટેમ્પ્ટ (કોર્ટ તિરસ્કાર)ની કાર્યવાહી સામે યતિન ઓઝાએ સુપ્રીમમાં કરેલી અરજી પરત ખેંચવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ અરજી સાંભળવાનો ઇનકાર કતા અરજી પરત ખેંચવામાં આવી હતી. મહત્વનું છે કે, કોર્ટે સૂચન કર્યું હતું કે આ મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જ રજૂઆત કરવામાં આવે. ત્યારે હવે હાઈકોર્ટે કોર્ટના તિરસ્કારની પ્રવૃત્તિ બદલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ યતીન ઓઝાનો સિનિયર કાઉન્સેલનો હોદ્દો પરત લઇ લીધો છે. ગુજરાત હાઈકોર્ટે યતિન ઓઝાનું સિનિયર કાઉન્સેલરનું પદ રદ્દ કર્યું છે. ઓઝાએ હાઇકોર્ટની કામગારી સામે આરોપ લગાવ્યા હતા. બાર કાઉન્સિયલના પૂર્વ પ્રમુખ સામે હાઇકોર્ટ સખ્ત થઇ છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો
સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો