Face Of Nation : કોરોના વાઇરસને પગલે હાઇકોર્ટમાં પણ ઇમરજન્સી કેસ સિવાયની સુનાવણી બંધ કરી દેવામાં આવી છે. જો કોઈ અરજન્ટ કેસ હોય તો એડવોકેટ મારફતે તે કેસના કાગળો તૈયાર કરી તેને ઇમેઇલ મારફતે મોકલી આપવામાં આવે અને તે ઇમેઇલમાં અરજન્ટ કેસ અંગેના કારણો પણ જણાવવામાં આવે અને ત્યારબાદ જસ્ટિસ દ્વારા તે કેસ જોઈને જો પરવાનગી આપવામાં આવે તો જે તે વકીલને વિડીયો લિંક મોકલી સાંભળવામાં આવે છે અને કેસનું હિયરિગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સ દ્વારા કામગીરી થઇ રહી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથની અધ્યક્ષતામાં નિયત કરવામાં આવેલી કોર્ટ દ્વારા કોર્ટમાં વીડિયો કોન્ફેરેન્સ દ્વારા કેસની સુનાવણી યોજાય છે. હાઇકોર્ટના નવતર પ્રયાસ સફળ થવાને લીધે કોરોનાની વિષમ પરિસ્થિતિમાં કોર્ટ અરજન્ટ કેસ પર વકીલો વગર ટેકનોલોજીની મદદથી સુનાવણી કરી શકે છે.