Face of Nation 21-12-2021: હેડ ક્લાર્ક બાદ વધુ સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં મોટો છબરડો સામે આવ્યો છે. જેના પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-1 અને 2 ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવી છે. ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.
18 જાન્યુઆરી સુધી ભરતી પ્રક્રિયામાં કોઈ કાર્યવાહી ન કરવા કોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. હવે આ મામલે વધુ સુનાવણી 18 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પરીક્ષાના કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને લઈ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં અરજદારોએ દાવો કર્યો હતો કે ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી. 100 માર્ક ઇન્ટરવ્યૂમાં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે, પરંતુ પેનલના સભ્યોની સંખ્યા પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઓછી હોવાના કારણે ઇન્ટરવ્યૂમાં અપાયેલા માર્ક સમાનતા જળવાઈ નથી.
હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું હતું કે આવું કઈ રીતે ચાલે? સાથે જ ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ હોવાનું અવલોક કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).