Home Gujarat અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી, આ વર્ષે 45 ડિગ્રી પર...

અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી, આ વર્ષે 45 ડિગ્રી પર પારો જવાની શક્યતાઓ?

Face Of Nation 04-04-2022 :  ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. જેમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. તો બીજીતરફ અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું. આ વર્ષે 45 ડિગ્રી ઉપર પારો જવાની શક્યતાઓ છે. ત્યારે પણ લોકોને સાવચેત રહેવા સૂચન કરાયું છે. જેના લીધે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાલનપુરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરમાં હજી પણ ગરમીનો પારો ઉપર જશે. તો બીજી તરફ કાળઝાળ ગરમીને પગલે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે. ચોમાસામાં આભમાંથી વરસાદ વરસી રહ્યો હોય તેમ હાલમાં આભમાંથી અગન ગોળા વરસી રહ્યા હોય તેમ ગરમી પડી રહી છે અને તેમાં પણ હજુ રાજ્યમાં 2 દિવસ ગરમી યથાવત રહેવા અને હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કેટલાક વિસ્તારમાં હિટવેવ રહેશે. જેમાં સૌરાષ્ટ્રમાં કચ્છ. પોરબંદર, રાજકોટ અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા. પાટણ. ગાંધીનગર અને અમદાવાદ હિટવેવની અસર રહેશે. અને તેમાં પણ હીટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં 3 દિવસ માટે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. જે 3 દિવસ બાદ 2 ડિગ્રી તાપમાન ઘટતા ગરમીમાં આંશિક રાહત મળશે.
હજુ ત્રણ મહિના ગરમી ચાલુ રહેશે : હવામાન વિભાગ
આ વર્ષે હોળી પહેલા ગરમીની શરૂઆત થઈ ગઈ. જે બાદ ઉતરોતર દિવસે ને દિવસે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ તમામ ફેરફાર પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થયો છે. તેમજ પવનની ગતિ વધતા ગરમીમાં ઘટાડો થવાની આગાહી પણ હવામાને કરી છે. એટલું જ નહિ પણ હવામાન વિભાગે વધતી ગરમી સામે લોકોએ પોતાનું રક્ષણ કરવા સાવચેતી રાખવા સૂચન કર્યા. જેમાં લોકોએ ઠંડા પીણા પીવા. બહાર ગરમીમાં ફરવું નહિ. શરીર ઠંકાય તેવા કપડાં પહેરવા સૂચન કર્યું. એટલું જ નહીં પણ સિઝનની સૌથી વધુ ગરમી એપ્રિલ અને મેં મહિનામાં તેમજ જૂન મહિનામાં નોંધાતી હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).