Face Of Nation 23-05-2022 : રાજ્યમાં બદલાઈ રહેલા વાતાવરણ વચ્ચે આવનાર દિવસોમાં ફરી એકવાર ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. હાલ ભલે વાદળછાયુ વાતાવરણ છે અને ગરમીમાં આંશિક રાહત છે, પરંતુ ત્રણ દિવસ બાદ ફરીથી તાપમાનનો પારો વધે તેવી શક્યતાઓ છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થવાથી, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જે આગામી ત્રણ દિવસ સુધી યથાવત્ રહે તેવી શક્યતાઓ છે. પવનની ગતિ 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. તેમ છતાં એ લોકોએ ગરમીના કારણે બફારાનો સામનો કરવો પડશે. 3 દિવસ બાદ ફરીથી ગરમીનો પારો ઉપર જાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
અમદાવાદમાં ગરમીનું જોર યથાવત્
અમદાવાદમાં સવારથી બપોર સુધી ગરમીનું જોર યથાવત્ રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.1, લઘુતમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરમાં 42, ભાવનગરમાં 41.6, સુરેન્દ્રનગરમાં 41.3, રાજકોટમાં 40 સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
3 દિવસ પવનની ગતિ વધશે
રાજસ્થાન વિસ્તારમાં ચોમાસું ખેંચી લાવતી થર્મલ લો રચાયું છે, જેને કારણે પવનની ગતિ વધે છે. તેમ જ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં ધૂળિયા તોફાનો આવે છે, જેથી આગામી 3 દિવસ દરમિયાન પવનની ગતિ 7થી 11 કિલોમીટર પ્રતિ કલાકથી વધી 10થી 20 કિલોમીટરની રહેશે. આ પવન દક્ષિણ વિસ્તારમાંથી ભેજ ખેંચી લાવે છે, જેને લીધે વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા વાદળ રચાય છે, જેથી આગામી ચાર દિવસ ઝાપટાં પડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).