Home News ગુજરાતમાં 7 IAS ઓફિસર બદલવામાં આયા, એકા એક બદલી પાછળ તંત્રનું શુ...

ગુજરાતમાં 7 IAS ઓફિસર બદલવામાં આયા, એકા એક બદલી પાછળ તંત્રનું શુ કોઈ મોટું કારણ હશે??

Face of Nation 24-12-2021:  રાજ્યના 7 સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બદલાયા હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકેશ કુમારના બદલે લોચન શહેરાને નવા કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અત્યારે અમદાવાદના મ્યુનિસિપિલ કમિશનર મુકેશ કુમાર હતા, પરંતુ એકાએક 7 સિનિયર IAS અધિકારીઓને બદલી આપવામાં આવી છે. જેમાં લોચન શહેરાને નવા કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. મુકેશ કુમાર  શહેરી વિકાસના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

રાજ્યના 7 IAS અધિકારીઓની બદલી થઈ છે. જેમાં લોચન શહેરા એએમસીના નવા કમિશનર બન્યા છે. રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટના સેક્રેટરી બનાવાયા. જ્યારે મુકેશ પુરી શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ બનાવાયા છે. બદલી કરાયેલા અધિકારીઓની વિગતો નીચે દર્શાવ્યાનુસાર છે.

નોંધનીય છે કે, મુકેશ પૂરીને શહેર વિકાસમાંથી બદલીને ઉર્જા અને પેટ્રોલ પેટ્રોકેમિકલમાં મુકાયા છે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને બદલી કરીને શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. લોચન સહેરા જે અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. ડોક્ટર નવનાથ ડીડીઓ સુરેન્દ્રનગરને બદલીને એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર ગાંધીનગર મુકાયા છે, કેસી સંપટને લાઈવલીવુડ માંથી ડીડીઓ સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા, આર દવે રુરલ ડેવલોપમેન્ટ ગાંધીનગર હતા, તેમને ગુજરાત લાઇવલીહુડ મિશન મૂકવામાં આવ્યા છે. ​​​​રાકેશ શંકર જીએડી પ્લાનિંગમાંથી નિર્મળ ગુજરાતમાં મૂકવામાં આવ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).a]