Home News કોરોનાના કેસ વધતા ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર

કોરોનાના કેસ વધતા ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરાયો ફેરફાર

Face of Nation 24-12-2021:  રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રાજ્યના 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે રાત્રિ કર્ફ્યૂના સમયમાં સરકારે વધારો કર્યો છે. સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે. આ સંદર્ભમાં ગૃહ વિભાગ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેના કારણે રાજ્યમાં તમામ દુકાનો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બીજી બાજુ પોલીસ તરફથી જબરદસ્ત કડકાઈ કરવામાં આવશે.

આ નવું જાહેરનામું 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. 20 તારીખે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે 4 દિવસમાં નવું જાહેરનામું જાહેર કરવું પડ્યું હતું.

ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે દસ દિવસ પહેલા પોઝિટિવ આવેલા દર્દીઓના  રિપોર્ટ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામા આવ્યા હતા.તેમાંથી ત્રણ દર્દીઓના રિપોર્ટ ઑમિક્રોન પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક દર્દી દુબઇથી આવેલા છે, એક દર્દી તાન્ઝાન્યાથી આવ્યા છે અને એક નડિયાદના દર્દી ઑમિક્રોન સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પોઝિટિવ આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).