Face of Nation 07-01-2022:રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો કડક બનાવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવામાં આવ્યું છે.10 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં સંક્રમણની ગંભીરતાને જોતા નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂ હાલનો રાતના 10થી 6નો રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં 400 અથવા બંધ હોલમાં ક્ષમતાના 50 ટકા, પરંતુ 400થી વધુ નહીં. જ્યારે અંતિમયાત્રામાં 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરે માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે.
નવા વર્ષની શરૂઆતથી રાજ્યમાં કોરોનાના કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. અમદાવાદ તેમજ સુરતમાં સંક્રમણનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. બીજી તરફ, આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. રાત્રિ કર્ફ્યૂમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે હાલમાં રાત્રે 11 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાય છે, જેમાં ફેરફાર કરીને આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે, સાથે જ 10 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.
ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન જાહેર
> ધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ કરાયા
> શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે
>10 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ
> દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે
> હોટલ,રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે
> લગ્ન અને તમામ પ્રકારના સમારંભમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિ
> બંધ જગ્યામાં 50% ક્ષમતામાં
> અંતિમ ક્રિયામાં 100 વ્યક્તિ
> સિનેમા જિમ વોટરપાર્કમાં 50% ક્ષમતા
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).