Home Gujarat કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાતા ગુજરાતને રાહતની અનુભૂતી, ફરીથી છૂટછાટો શરૂ

કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાતા ગુજરાતને રાહતની અનુભૂતી, ફરીથી છૂટછાટો શરૂ

Face of Nation 03-02-2022 : ગુજરાત માટે ફરી આજનો દિવસ કોરોના મામલે રાહતનાં સમાચાર લાવ્યો છે. કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાતા ગુજરાતને રાહત ની અનુભૂતી થઈ રહી છે. ગુજરાતમાં કોરોનાનાં કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 7606 નવા કેસ નોંધાયા છે.  જેમાં અમદાવાદ શહેરમાં 3118, વડોદરા શહેરમાં 1127, સુરત શહેરમાં 227, રાજકોટય શહેરમાં 238, ગાંધીનગર શહેરમાં 354 કેસ સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં આજનાં દિવસમાં 13,195 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 63,564 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ પૈકી 266 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 63,298 છે. જ્યારે અત્યાર સુધીમાં 11,11,394 દર્દી સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોનાનાં કારણે 34 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,579 દર્દીના કોરોનાનાં કારણે મોત નિપજ્યા છે.

ગુજરાતનાં શહેરોનો કોરોનાનો ચીતાર મેળવીએ તો આજ રોજ અમદાવાદમાં 3165 કેસ, 10 દર્દીના મોત – વડોદરામાં 1413 કેસ, 4 દર્દીના મોત – ગાંધીનગરમાં 525 કેસ, 2 દર્દીના મોત – રાજકોટમાં 410 કેસ, 2 દર્દીના મોત – સુરતમાં 389 કેસ, 6 દર્દીના મોત – ભાવનગરમાં 83 કેસ, 2 દર્દીના મોત – જામનગરમાં 62, 1 દર્દીનું મોત – મોરબીમાં 1 મોત – પંચમહાલમાં 41 કેસ, 1નું મોત નિપજ્યુ છે. જ્યારે જૂનાગઢમાં 29, મહેસાણામાં 230, આણંદમાં 151 કેસ, બનાસકાંઠામાં 149, પાટણમાં 128, ખેડામાં 123 કેસ, ભરૂચમાં 116, કચ્છમાં 111, સાબરકાંઠામાં 67 કેસ, નવસારીમાં 55, મોરબી – તાપીમાં 53 – 53 કેસ, વલસાડમાં 47, સુરેન્દ્રનગરમાં 42, અમરેલીમાં 30, દાહોદમાં 27, દ્વારકામાં 19 કેસ, અરવલ્લી – ડાંગમાં 17 – 17, મહીસાગરમાં 14 કેસ, છોટાઉદેપુરમાં 11, પોરબંદરમાં 10, ગીરસોમનાથમાં 9 કેસ, નર્મદામાં 6, બોટાદમાં 4 કેસ, ભરૂચમાં 3, ખેડામાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).