Face of Nation 09-01-2022: ગુજરાતમાં ફરીથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં માવઠાની અસર ઓછી થતા હવે કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શનિવારે નલિયામાં 6.9 ડિગ્રી તાપમાન રહ્યુ હતું. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં આગામી બે દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં અનેક સ્થળે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતાં ઠંડીનું મોજું ફરી વળશે. આ સાથે આજ સવારથી ડાંગના સાપુતારામાં ઝરમર વરસાદની શરુઆત થઈ છે જેને કારણે ઠંડીના પ્રમાણમાં થયો વધારો નોંધાયો છે.
નલિયામાં એક ઝાટકે ન્યૂનતમમાં 9.3 ડિગ્રીના ઘટાડો થયો હતો, જેના કારણે 6.9 ડિગ્રી થઇ હતી. જ્યારે કંડલા એરપોર્ટ 9.5, ભુજ 10.8, કંડલા પોર્ટ 11.6, રાજકોટ 11.7 તાપમાન નોંધાયું હતુ. છેલ્લે ડિસેમ્બરની 21 તારીખે 5.8 ડિગ્રી જેટલી ઠંડી સાથે નલિયામાં ન્યૂનતમ તાપમાન ક્રમશ: વધ્યું હતું. શુક્રવારે 16.2 ડિગ્રી રહ્યા બાદ એકાએક પારો 6.9 ડિગ્રીએ પહોંચતાં નગરજનો એકાએક ઠૂંઠવાયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ પછીના બે દિવસ દરમિયાન તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં રાહત અનુભવાશે.
માવઠાને પગલે ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઇ છે. માવઠાથી મકાઇ, રજકો, જીરું, ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડયો છે. આગામી 10 જાન્યુઆરીથી રાજ્યભરમાં માવઠાની અસર ઓછી થવા લાગશે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી 24 કલાક લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. જોકે, ત્યારબાદ ચાર દિવસ દરમિયાન તાપમાન 3-5 ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી અનુભવાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).