Home Uncategorized મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠકમાં ગયેલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠકમાં ગયેલા ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 14-04-2020 : આજે મુખ્યમંત્રી સાથે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબી‌ નિષ્ણાંતોનું કહેવું છે કે, ઈમરાન ખેડાવાલાએ માસ્ક પહેર્યું નહીં હોય અને મિટીંગ 15 મિનિટથી વધારે ચાલી હોય તો મિટિંગમાં હાજર તમામને સેલ્ફ ક્વોરેન્ટાઇન થવું પડે. અને કોન્ટેક્ટમાં આવ્યાના પાંચમા દિવસથી ચૌદમાં દિવસની અંદર ટેસ્ટ કરાવવો જોઈએ.
સમગ્ર ભારતમાં કદાચ આવો પહેલો કેસ નોંધાયો છે. જેમાં ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. થોડા દિવસ અગાઉ આ ધારાસભ્ય તેમના વિસ્તારમાં કોરોનટાઇન કરાયેલા લોકોને સમજાવવા ગયા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જો કે હવે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને બેઠકમાં હાજર તમામના સુરક્ષાને લઈને ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ધારાસભ્ય અગાઉ ઘણા લોકોના સંપર્કમા આવ્યા છે. તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેથી કેટલાક પત્રકારો પણ તેમના સંપર્કમાં આવ્યા હતા. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ તેમના સંપર્કમાં આવેલા છે. આ ધારાસભ્ય જેના જેના સંપર્કમાં આવ્યા હશે તે તમામ લોકોનું ચેકઅપ કરવામાં આવે તેવી શક્યતા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે

અમદાવાદ : કોટ વિસ્તારમાં કાલ સવારથી કર્ફ્યુ લાગુ કરાશે