Home Uncategorized ગુજરાત આવ્યું નંબર 1 પર, એકવાર ફરી દેશમાં ગુજરાત મોડલના ગુનગાન...

ગુજરાત આવ્યું નંબર 1 પર, એકવાર ફરી દેશમાં ગુજરાત મોડલના ગુનગાન ગવાયા

Face of Nation 26-12-2021: કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ 2020-21માં મહારાષ્ટ્ર અને ગોવાને પાછળ રાખીને ગુજરાત  નંબર 1 પર આવ્યું. દેશના મોટા 20 રાજ્યોના 10 અલગ અલગ સેક્ટરમાં 58 ઈન્ડિકેટર્સના આધારે આ રેન્કિંગ અપાયા છે. કેન્દ્રની મોદી સરકારે રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીનો વ્યાપ વધે તે માટે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સની શરૂઆત કરી હતી. આ વર્ષે ગુજરાતે પોતાના પરફોર્મન્સ માં  12.3 % નો વધારો કર્યો હતો.

ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસની સુશાસન દિવસ તરીકે ઉજવણી થાય છે, તે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દેશના લોકો લાંબા સમયથી સુશાસનની રાહ જોઈ રહ્યા હતા, જે કેન્દ્રની મોદી સરકારે કરી બતાવી છે. 2014 બાદ લોકશાહીમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. મોદી સરકારે શરૂ કરેલા વિકાસકાર્યોનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે.

કયા સેક્ટર્સના આધારે નક્કી થયું રેન્કિંગ

કૃષિ અને તેને સંલગ્ન સેક્ટર

કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ

પબ્લિક હેલ્થ

પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ યુટીલીટી

ઈકોનોમિક ગવર્નન્સ

સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ

જ્યુડિશિયલ એન્ડ પબ્લિક સિક્યુરિટી

પર્યાવરણ

સિટીઝન સેન્ટ્રીક ગવર્નન્સ

ઈકોનોમિક ગવર્નન્સમાં પહેલા નંબરે

કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં બીજા નંબરે

સીટીઝન સેન્ટ્રીક ગવર્નન્સમાં બીજા નંબરે

પર્યાવરણમાં ત્રીજા નંબરે

ગુજરાતે બીજા 5 સેક્ટર્સમાં પોતાના પરફોર્મન્સને સુધાર્યું પણ છે, જેના કારણે ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાત નંબર 1 રહ્યું. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ, જયુડિશિયરી એન્ડ પબ્લિક સેફ્ટીમાં ગુજરાતે ગત વર્ષ કરતા પોતાનું પરફોર્મન્સ સુધાર્યું છે. આમ કોરોનાકાળના વિપરીત સંજોગો છતાં ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ગુજરાત મોડલ છવાયેલું જોવા મળ્યું.

ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારે આ ટીમ ગુજરાતને આ માટે અભિનંદન આપ્યા હતા, તો સાથે જ આ પર્ફોર્મન્સને પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત મોડલની કાર્યદક્ષતા અને જમીન પર કરી બતાવેલી કામગીરીનું પરિણામ ગણાવી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).