Face Of Nation 05-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. આગામી 11 અને 12 માર્ચે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ એ ખેલ મહાકુંભ (Khel Mahakumbh)નો પ્રારંભ કરાવશે અને તેની સાથે રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોહમા પણ હાજરી આપશે.
જીએમડીસી મેદાનમાં સરપંચ સંમેલનને સંબોધન કરશે
બે દિવસ પ્રવાસના કાર્યક્રમ પર નજર કરીએ તો 11 માર્ચે PM મોદી અમદાવાદના GMDC મેદાનમાં સરપંચ સંમેલનને સંબોધન કરશે. જેમાં સરપંચ ઉપરાંત પંચાયતીરાજ વ્યવસ્થાના હોદ્દેદારો હાજર રહેશે. તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજરી આપશે. ‘મારુ ગામ, મારુ ગુજરાત’ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહેશે.
12મીએ પ્રધાનમંત્રી રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે
12 માર્ચે પીએમ મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે અને સભા સંબોધશે. તો 12 માર્ચે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. નવરંગપુરા સ્ટેડિયમમાં ખેલ મહાકુંભને ખુલ્લો મુકાશે. એટલું જ નહીં અમદાવાદ મનપાના વિકાસ કાર્યોનું પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરી શકે છે. 12 માર્ચના રોજ યોજાનાર આ ગુજરાત ખેલ મહાકુંભ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ ખેલ મહાકુંભનો શુભારંભ થશે. આ અંતર્ગત નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. જેમાં હાજર જંગી જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. તેમજ પ્રધાનમંત્રી મોદી ખેલ મહાકુંભની સફળતાની વાત કરશે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સહિત આ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. બંને અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા પણ કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).