Home Crime અમદાવાદ: પત્નીએ કોન્સ્ટેબલ પતિ અને પ્રેમિકાનું લફરું પકડી પાડ્યું તો બંનેએ મળીને...

અમદાવાદ: પત્નીએ કોન્સ્ટેબલ પતિ અને પ્રેમિકાનું લફરું પકડી પાડ્યું તો બંનેએ મળીને માર્યો ઢોર માર..

Face Of Nation, 04-10-2021: શહેરમાં હાલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પુરષ કોન્સ્ટેબલનું પ્રેમપ્રકરણ ઘણું જ ચર્ચામાં છે. સાણંદ વિસ્તારમાં રાધે સ્કાઇલાઇન ફ્લેટની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ પકડાતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલો સાણંદ પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો.અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં કાર્યરત કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના સંબંધોનો મામલો સામસામી મારામારી સુધી પહોંચ્યો છે. સાણંદમાં મહિલાએ તેના કોન્સ્ટેબલ પતિને પ્રેમિકા એવી મહિલા કોન્સ્ટેબલ સાથે સાણંદના રાધે સ્કાયલાઈનમાં આવેલા એક ફ્લેટમાં પકડી પાડયા હતા.

મહિલાએ તેના પતિ અને પ્રેમિકાએ માર માર્યાની અને મારી નાંખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. તો સામે મહિલા કોન્સ્ટેબલે મહિલા અને તેના પરિવારે રસ્તામાં રોકીને ઢોર માર મારી, કપડાં ફાડી નાંખી મારી નાંખવા ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.

સાણંદમાં રહેતી પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિના મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે આડાસંબંધ છે. એટલે તે મહિલા એકલી રહે છે. જ્યારે, પતિ એકલિંગજી રોડ ઉપર રાધે સ્કાયલાઈન ફ્લેટમાં તેમના નાના ભાઈના નામે મકાન ખરીદેલું છે ત્યાં રહે છે. પુત્રએ પિતાને મળવા જવાની જીદ પકડતાં મહિલા તેમને લઈને રાધે સ્કાયલાઈન ઉપર ગયા હતા. દરમિયાન ફ્લેટમાં પતિ અને તેની પ્રેમિકા હતી. આ મહિલાને જોતા પતિ અને પ્રેમિકાએ તેને માર માર્યો હતો. થોડીવાર બાદ પ્રેમિકા ત્યાંથી ભાગી ગઇ હતી અને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

જે બાદ મહિલા પોલીસ સ્ટેશન ગઇ હતી. જ્યાં તેમના માતા પિતા પણ આવ્યા હતા. મહિલાની તબિયત લથડતા તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)