Home Uncategorized કોંગ્રેસી નેતાની એન્ટ્રી થઇ અને ભાજપમાં જયનારાયણ વ્યાસ સાઈડ લાઈન થયા, ઈશુદાનને...

કોંગ્રેસી નેતાની એન્ટ્રી થઇ અને ભાજપમાં જયનારાયણ વ્યાસ સાઈડ લાઈન થયા, ઈશુદાનને આપે મુખ્યમંત્રીના ઉમેદવાર જાહેર કર્યા

Face Of Nation 5-11-2022 : સિદ્ધપુરમાં ભાજપે જયારે બળવંત સિંહ રાજપૂતને પ્રવેશ આપ્યો ત્યારથી જ જયનારાયણ વ્યાસનું કદ વેતરવાની શરૂઆત થઇ ચુકી હતી. ધીમે ધીમે જયનારાયણ વ્યાસને સાઈડલાઈન કરવામાં આવ્યા અને આજે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ કે, જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામુ ધરી દેવું પડ્યું છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પ્રથમવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવીને મેદાને ઉતાર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ભાજપમાં આજે ઉમેદવારો પસંદગી કરવાની બેઠકનો છેલ્લો દિવસ છે. જ્યારે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં 90 ટકા નામો પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જેમાંથી ગઈ કાલે કોંગ્રેસના 43 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યાં છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 118 ઉમેદવારોની જાહેરાત પણ કરી છે. હવે ટીકિટ માટે રાજકીય પક્ષોમાં લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. ભાજપમાં આજે વધુ 77 બેઠકો પર મંથન થશે.
ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત બાદ ભાજપને રામ રામ કરી દીધા છે ત્યારે હવે જય નારાયણ વ્યાસની કોંગ્રેસમાં આવવાની અટકળો વધારે તેજ બની છે. જો કે કોંગ્રેસમાં એક વ્યાસ આવશે તે વાત મહત્વની તો છે જ પરંતુ આંચકાજનક સ્થિતી હવે એ સામે આવવાની છે કે એક વ્યાસ કોંગ્રેસ સાથે છેડો ફાડશે. કોંગ્રેસના એક સમયના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના સેક્રેટરી રહી ચૂકેલા હિમાંશુ વ્યાસ છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ ચાલી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

મોરબી કાંડ : ભાજપ નેતાની ભલામણથી ઓરેવાને કોન્ટ્રાકટ મળ્યો, 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને વડાપ્રધાન મગરના આંસુ સારે છે