Face Of Nation 03-09-2022 : ગુજરાતમાં સિઝનનો 102 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ થવાથી પાણીની આવક પણ વધુ થઈ છે. જેનાથી આવતા વર્ષ સુધી ખેતી અને પીવાલાયક પાણી માટે ચાલે એટલું પાણી જળાશયોમાં છે. હાલ રાજ્યમાં 207 જળાશયોમાં 85 ટકા પાણીનો સંગ્રહ છે. બીજી તરફ નળકાંઠા સહિતના 132 ગામોના ખેડૂતોની સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક મળી હતી. જેમાં નળકાંઠાના 32 ‘નો સોર્સ વિલેજ’નો નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિ
ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં 90.15%, બનાસકાંઠામાં 70.44%, મહેસાણામાં 95.72% અન સાબરકાંઠામાં 81.16% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં 71.55%, દાહોદમાં 60.21%, ખેડામા 55.06%, મહિસાગરમાં 99.40%, પંચમહાલમાં 46.69%, દક્ષિણ ગુજરાતમાં પાણીની સ્થિતિ જોઈએ તો, ભરૂચ 100.00%, નર્મદા 77.60%, નવસારી 100.00%, સુરત 88.96%, તાપી 78.99%, વલસાડમાં 71.51% પાણીનો જથ્થો છે. કચ્છમાં 71.93% પાણી હોવાથી હવે તંગીની અસર રહેશે નહીં. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલીમાં 75.70%, ભાવનગરમાં 73.90%, દ્વારકામાં 71.41%, ગીર સોમનાથમાં 97.67%, જામનગરમાં 77.66%, જૂનાગઢમાં 84.27%, રાજકોટમાં 84.83% અને સુરેન્દ્રનગરમાં 35.80% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
72 ડેમ એવા છે જ્યાં 70 ટકા કરતાં ઓછો પાણીનો જથ્થો
ગુજરાતમાં સારો વરસાદ થવાથી હાલમાં ડેમમાં પાણીની મોટી આવક થવા પામી છે. જેથી રાજ્યમાં 207 ડેમમાંથી 99 ડેમ હાલમાં હાઈએલર્ટ પર છે. જેમાં 90 ટકાથી વધુ પાણી ભરાયેલું છે. તે ઉપરાંત 80થી 90 ટકા સુધી ભરાયેલા 22 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. તો 70થી 80 ટકા વચ્ચે ભરાયેલા 13 ડેમ હાલમાં વોર્નિંગ પર છે. જ્યારે 72 ડેમ એવા છે જ્યાં 70 ટકા કરતાં ઓછો પાણીનો જથ્થો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).