Home Politics નર્મદાના પાણી મુદ્દે ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે જંગ રચાયો

નર્મદાના પાણી મુદ્દે ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે જંગ રચાયો

Face Of Nation:નર્મદાના પાણી મુદ્દે ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચેના ગજગ્રાહથી રાજકારણ ગરમાયુ છે…મઘ્યપ્રદેશ સરકારે આરોપ મુક્યો છે કે ગુજરાતે નક્કી કરેલી મર્યાદા કરતા વધારે માત્રામાં પાણી વાપર્યું છે. તો બીજી તરફ ભાજપ છાવણીમાં પણ મધ્યપ્રદેશ સરકારના રુક્ષ વલણ પર રોષ વર્તાયો છે.જયારે મધ્યપ્રદેશ સરકારે તો નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકનો પણ છેદ ઉડાડ્યો છે.અને બેઠકમાં હાજરી આપવાની પણ દરકાર સુધ્ધાં નથી લીધી. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો આક્રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેમણે આંદોલન ચલાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.